કોઈ પણ વસ્તુનો આધાર શિલા સ્થાયી સ્વરૂપે ટકી શક્તિ નથી તેને એક થી વધુ સ્તંભોની જરૂરિયાત હોયછે. પરંતુ આપણી શાળા પ્રેરણા વિદ્યાલય ભવ્ય ભવનને ઉન્ન્ત બનાવવા માટે અને સ્થિર સ્થાયિત્વ ટકાવી રાખવા ચાર આધાર શિલાઓએ પોતાના ખભાઓનો સહિયારો સહયોગ આપ્યો. જેના ફળ સ્વરૂપે એક નાનકડું બીજ અંકુરણ પામ્યું.
આજુ બાજુ રેહવાસીઓના વિદ્યાર્થીઓના અભ્યાસને મુંજવતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને અને તેમનું નિરાકરણ કરતા એક ઉકેલ નજર સમક્ષ આવ્યોઅને વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે પ્રવેશ કર્યો અને અભ્યાસ માટેનો પ્રવાહ શરૂ થયો.
વિદ્યાર્થી પ્રવેશ ની વધતી જતી સંખ્યાએ વધુ વર્ગો બનાવવા આતુર થયા અને થોડા જ સમયમાં સંસ્થાએ અભ્યાસ માટે વર્ગો શરુ કર્યા અને વધુ શિક્ષણાર્થિઓને વિદ્યાભ્યાસ સુલભ બને તેવો પ્રયાસ કર્યો. વધતી જતી વિદ્યાર્થીઓનીસંખ્યાના કારણે વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ વધારવામાં આવી. જેમ જેમ વિદ્યાર્થીઓનીસંખ્યા વધતી ગઈ તેમ શૈક્ષણિક સ્ટાફ પણ આવશ્યકતા અનુસાર વધતો ગયો.
આજે પ્રેરણા વિદ્યાલય મહાન સંસ્થાગતરૂપમાં પ્રગતિના શિખરો સર કરી રહી છે. સંસ્થામાં સતત પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં શારીરિક- માનસિક વિકાસની સાથે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. અને બાળક આમ જ ઉપયોગી અને જીવન ઉપયોગી બની રહ્યો છે.
આપણી શાળા પ્રેરણા વિદ્યાલય સંસ્થામાં થતી પ્રવૃતિઓની ઝાંખી ........
1. નિયમિત પ્રાથર્ના – ડાન્સ- કરાટે
2. સામાજિક કાર્યો
3. વસ્ત્રદાન કેમ્પ,
વધુવુક્ષો વાવો,
સ્વચ્છતા અભિયાન,
વ્યસન મુક્તિ
4. પ્રેરણાત્મક તેમજ માર્ગદર્શનસેમીનાર
5. શિયાળુ રમતોત્સવ
6. વિવિધ તહેવારોની ઉજવણી
7. વિવિધ સ્પર્ધાઓ અને ડે સેલીબ્રેશન
આ દરેક પ્રવૃતિઓ સાથે સંસ્થાનોએક માત્ર ઉદેશ્ય બાળકોને પ્રેમાળ બનાવી, સ્વચ્છતાનો મૂળ - મંત્ર દયેય, રાષ્ટ્રભક્તિ અને સમર્પણની ભાવના કેળવવી, માતા -પિતા પ્રત્યેનો માર્ગ પ્રશસ્ત કરવો તથા શિક્ષક અને ગુરુજનો પ્રત્યેનો આદર વિકસાવવો, સમાજના નબળા અને પછાત વર્ગો પ્રત્યે લાગણી જગાડવી , ભારતીય સંસ્કૃતિની જાળવણી અને આધુનિક ટેકનીકલ શિક્ષણની દિશાઓ ખોલી બાળકનું અંધકારથી જ્ઞાન તરફનું મહાપ્રયાણ કરાવવું એ જ છે. જય ભારત...વંદે માતરમ...